• February 12, 2023
  • Ami Doshi
  • 0

આજના ટેકનોલોજીના યુગમાં આખું વિશ્વ આંગળીના ટેરવે છે ત્યારે કોઈ પણ માહિતીને લેખ સ્વરૂપે વાંચવામાં લોકોને બહુ ઉત્સુકતા કે જિજ્ઞાસા રહી નથી પરંતુ કેટલીક બાબતો અનુભવવાની હોય છે અને આ ઉંડાણપૂર્વકનો અનુભવ તેને જે તે સમયમાં અચૂક લઈ જાય છે.
પુરાતત્ત્વવિદ અનુસાર ધોળાવીરાનો ઇતિહાસ 5,000 હજાર વર્ષ જૂનો છે. જેને ઇજિપ્તના પીરામિડ કરતાં પણ જૂનો કહી શકાય. હજારો વર્ષ પહેલાં ખડીર દ્વીપની ફરતે દરિયો આવેલો હશે, જે પ્રાકૃતિક આપદાઓને પરિણામે કાળક્રમે રણમાં પલટાઈ ગયો હશે.
ઈ. સ. 1967-68માં પુરાતત્ત્વ વિભાગ દ્વારા અધિકૃત થયેલી આ સાઈટ લગભગ 20 વર્ષ સુધી વણસ્પર્શી રહી અને 1989થી ખોદકામ શરૂ થયું. લગભગ પંદર વર્ષ સુધી ચાલેલા ખોદકામ દરમિયાન મળેલી સંસ્કૃતિએ સમગ્ર વિશ્વને અચંબામાં મૂકી દીધું.
આપણે જાણીએ જ છીએ કે માનવ વસવાટ ત્યાં જ વિકસિત બને જ્યાં કાયમી વહેતી નદી હોય અથવા ચોમાસું નદીઓમાંથી વરસાદી પાણીનો પૂરતો સંગ્રહ થઇ શકતો હોય અથવા ઉદ્યોગો હોય.

જ્યારે આ વિસ્તાર સમુદ્રમાં હશે ત્યારે ખડીર એક બેટ સ્વરૂપે હશે અને ધોળાવીરા હશે એકદમ ધમધમતું બંદર, જે વિશ્વના દેશો સાથે જોડાયેલું હશે.
આજે પણ વરસાદના સમયે પાણી ભરાવાને કારણે ખડીર બેટ ભારતની ભૂમિથી અલગ થઈ જાય છે. તેની આસપાસ ભરાયેલું પાણી ગરમીમાં વરાળ બનીને ઉડી જાય છે અને બને છે વીસ હજાર સ્ક્વેર કિલોમીટરમાં ફેલાયેલું વિશ્વનું મોટામાં મોટું મીઠાનું રણ.
દરિયા કિનારે વસેલું આ બંદર એટલું સમૃદ્ધ હશે જેને કારણે જ લોકો અહીં વસવાટ કરવા પ્રેરાયા હશે, પણ મુખ્ય સવાલ હશે મીઠાં પાણીનો. જો કે તેનો પણ આબાદ ઉપાય અહીં જોવા મળે છે.

ધોળાવીરાની સંસ્કૃતિની ત્રણ વિશેષતાઓ ઉડીને આંખે વળગે તેવી અદ્ભુત છે.
1) નગર રચના
2) જળ સંગ્રહ રચના
3)ટેકનોલોજીનો ઉપયોગ.
ચોરસ સ્વરૂપે વિસ્તરેલું અને 120 એકરમાં ફેલાયેલું અને રહસ્યમય નગરી તરીકે ઓળખાતું શહેર એટલે ધોળાવીરા. તેનું સ્થાનિક નામ છે, ‘કોટડા ટિંબા’. ધોળાવીરાનો અર્થ થાય છે ‘સફેદ કૂવો,’, જ્યારે અંગ્રેજીમાં આ નામની સુંદર વ્યાખ્યા છે. Waterholes in a river with a white sand bed’.
ધોળાવીરા ત્રણ ભાગમાં વિભાજીત નગર છે. ઉચ્ચવર્ગનો વસવાટ (દુર્ગ-કિલ્લો સિટાડેલ), મધ્યમવર્ગનો વસવાટ (મિડલ ટાઉન) અને નીચલાવર્ગનો વસવાટ ( લોઅર ટાઉન). સમગ્ર નગરની સંરચનાનો અભ્યાસ કરીએ તો ખ્યાલ આવે કે તેમને તે સમયે વાસ્તુશાસ્ત્રનું સંપૂર્ણ જ્ઞાન હતું. આજના યુગમાં પણ આદર્શ નગરરચના આવી જ હોય છે.
નગરની ફરતે વિશાળ દીવાલ હોવાના અવશેષો જોવા મળે છે. જેમણે આ નગરના ઉત્ખનનની પ્રક્રિયામાં પુરાતત્ત્વ ટીમ સાથે લગભગ 15 વર્ષ સુધી કાર્ય કર્યું, તે આ ગામના નિવાસી એવા જયમલ ભાઈ મકવાણા કહે છે, ‘હું એક એક પથ્થરનો સાક્ષી છું. અહીંની કિલ્લાની પહોળી દીવાલોની બન્ને તરફ એક એક મીટરની પત્થરની દીવાલ છે. બાકી અંદરની તરફ કાચી માટીની ઈંટો ભરેલી છે અને કાચી માટીની ઈંટોની સભ્યતા પાકી માટીની ઈંટોની સભ્યતા કરતાં પણ જૂની છે. મતલબ ધોળાવીરાની સભ્યતા મોંહે જો ડેરો કરતાં પણ જૂની હોઇ શકે.’
નગરનો મુખ્ય રોડ નવ મીટર પહોળો, અંદરના રોડ પાંચ મીટર પહોળા અને ગલીઓમાં ઘરની વચ્ચે દોઢ મીટરનું અંતર જોવા મળે છે. નગરના ઘર ચોરસ આકારના, એક લાઈનમાં અને કાટખૂણે જોવાં મળે છે, જે કાળક્રમે અન્ય લોકો દ્વારા ગોળાકાર પણ બનાવેલા જોવાં મળે છે. નગરની ત્રણ તરફ દરવાજા જોવા મળે છે, જેમાં મુખ્ય દરવાજો ઉત્તર તરફ છે, જેના પર એક દસ ફૂટનું જીપ્સમના અક્ષરોથી લખેલું બોર્ડ જોવા મળે છે. તેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. પુરાતત્ત્વવિદો એવું માને છે કે તે મુખ્ય દરવાજા ઉપર લગાવવામાં આવતું નગરના નામનું ઓળખ ચિહ્ન હોઈ શકે.
કિલ્લાની ઉત્તરે ખૂબ જ મોટું મેદાન (47 મીટર પહોળું અને 283 મીટર લાંબું) જોવા મળે છે, જેનો ઉપયોગ સામૂહિક સમારંભ, ખેલ કે બજારના રૂપે કરવામાં આવતો હશે તેવું માનવામાં આવે છે. અહીં દસ હજાર લોકોને સમાવી શકે તેવું વિશાળ સ્ટેડિયમ પણ છે.

*આજ સુધી આ સંસ્કૃતિની ભાષા ઉકેલી શકાઈ નથી અને તેમનો અંત કેવી રીતે આવ્યો, તે પણ કોઈ જાણતું નથી.
* આટલાં વર્ષો જૂની સંસ્કૃતિના લોકોનો ખોરાક મુખ્યત્વે શિકાર આધારિત રહેતો હોય તેને લગતાં કોઈ અવશેષ જોવાં મળ્યાં નથી. મ્યુઝિયમમાં ન હોય અને અન્ય કોઈ મ્યુઝિયમમાં હોય તેમ બની શકે??
* જે સંસ્કૃતિમાં મહોર કે ચલણ પર જે નિશાનીઓ હોય તે તેમના માટે સૌથી મહત્ત્વની વસ્તુ,વ્યક્તિ કે બાબત હોય??
અહીં બળદ, ગેંડા અને અન્ય જાનવરોના ચિહ્ન મહોર પર જોવાં મળે છે. મતલબ, તેઓ ખેતી પણ કરતાં હોય અને અહીં જંગલમાં ગેંડા જેવાં જાનવર હોય જેની પૂજા કરતાં હોય અથવા ખોરાક તરીકે ઉપયોગ હોય??
પ્રશ્નો ઘણા છે. ઉત્તર એક પણ નથી. છતાં જે જોવા મળ્યું, તે હ્રદયસ્પર્શી, અદ્ભુત, નોસ્ટાલ્જીક હતું.

હવે પછીના અંકમાં ધોળાવીરામાં આવેલાં અન્ય જોવાલાયક સ્થળો,ત્યાં પહોંચવાની,રહેવાની વ્યવસ્થા વિશે વાત કરી અને સીરીઝ પૂર્ણ કરીશ.
ક્રમશઃ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

five + 13 =