આપણે જાણીએ છીએ કે એક જ પ્રકારનાં બીજનાં વૃક્ષ બહારનાં વિસ્તારમાં  અને જંગલમાં વાવ્યાં હોય ત્યારે બહારનાં  વિસ્તારમાં ઊગેલું વૃક્ષ એક ચોક્કસ ઊંચાઈ પછી અટકી જશે. જ્યારે, જંગલનાં વૃક્ષને આસપાસ રહેલાં ગીચ વૃક્ષોનાં કારણે જ્યાં સુધી સૂર્યપ્રકાશ ન મળે ત્યાં સુધી સંઘર્ષ કરી અને  ઉપર જવું પડે છે.  જે પણ પ્રાણશક્તિનું ઉતમ ઉદાહરણ છે.  ગીતામાં પણ ભગવાને કહ્યું છે કે, જીવનમાં જે સંઘર્ષ છે તે રિઝર્વ શકિતને બહાર લાવવા માટે છે.ઘણી ફિલ્મોમાં આપણે જોઈએ છે કે, અચાનક કોઈ તકલીફ આવી પડે તો વ્હીલચેરમાં બેસેલી વ્યક્તિ પણ ઊભી થઈ જાય છે આવું વાસ્તવિક જીવનમાં પણ બને છે. જે અંદર પડેલી પ્રાણ શક્તિ છે. બાકીનાં સમયમાં માંડ માંડ ચાલતાં હોઈએ પણ કૂતરો પાછળ પડે ત્યારે કલ્પના બહારની સ્પીડમાં દોડી શકીએ છીએ તેનું કારણ પ્રાણશક્તિ છે.